#Kavyotsav
મજા ... ( પ્રેમ, મિત્રો, લાગણી, સંબધો )
લહેરાતા પવનની ધારે માણીએ સૌ મજા,
દુનિયાદારી છોડીને જીતવા જઈએ મજા,
મન મેળાપ ના આનંદને લૂંટી પામીએ મજા,
અણગમતા મહેમાનને વધાવીએ એવી મજા,
બાળપણના વાત્સલ ને માણીએ એવી મજા,
માતાની મમતા ઝાખવા માતા બની એવી મજા,
મિત્રતાનો સ્વાદ ચાખવા મિત્ર બનીએ એવી મજા,
જુદા જિંદગીના આકારમાં,
વર્તુળ બનીને રહીએ એવી મજા,
પ્રણવની કલમને અક્ષરનો સાથ,
અક્ષરોની પણ સાપડી છે મજા ...