#Kavyotsav
સમણાં જ છળી જતા આજકાલ,
આવતા જ ખોવાઈ જતા આજકાલ.
પાડતું હતું ધીમો સાદ કોઇ,
એવો ભણકાર થતો આજકાલ.
નયનમાં વસતા રહે જે,
અશ્રુની ધારે વહે એ આજકાલ.
ચાહત બેસુમાર દિલમાં અમારા,
સુનું સુનું ભાસે ત્યાં આજકાલ.
સમય ચક્ર મુજબ થાય રાતદિન,
કિરણ અંધારે ઘેરાય છે આજકાલ...
@Dc