#Kavyotsav
☹ચોરી કરનારી દુનિયા☹
આ દુનિયામાં જયાં જુઓ,
ત્યા ચોરી ચારે કૌર૰
કોઈ ધન ચોરે , કોઈ મન ચોરે
કોઈ ચીમડાનાં ચોર૰
આ દુનિયામાં જયાં જુઓ,
ત્યા ચોરી ચારે કૌર૰
દેશી કહી વિદેશી આપે,
કાપડીયા પણ ચોર૰
વાર વેતરે, વાર છેતરે,
દરજીઓ પણ ચોર૰
આ દુનિયામાં જયાં જુઓ,
ત્યા ચોરી ચારે કૌર૰
ખીસ્સા માંથી પૈસા ચોરે,
છોકરાઓ પણ ચોર૰
પરીક્ષામાં કોપી કરે,
છોકરીઓ પણ ચોર૰
આ દુનિયામાં જયાં જુઓ,
ત્યા ચોરી ચારે કૌર૰
પાણી નાખી ડોઝ આપે,
ડૉક્ટરો પણ ચોર૰
ખાખ કહીને રાખ આપે,
વૈધ હકીમો પણ ચોર૰
આ દુનિયામાં જયાં જુઓ,
ત્યા ચોરી ચારે કૌર૰
ઝાઝું કહીને થોડું આપે,
વેપારીઓ પણ ચોર૰
વાલમાંથી રતિ કાઢે,
સોનીઓ પણ ચોર૰
આ દુનિયામાં જયાં જુઓ,
ત્યા ચોરી ચારે કૌર૰
વ્યાજમાંથી ટકો ચોરે,
આ બેંકો પણ ચોર૰
પગારમાંથી કમિશન કાપે,
આ શરાફીયો પણ ચોર૰
આ દુનિયામાં જયાં જુઓ,
ત્યા ચોરી ચારે કૌર૰
માણસ થઈને માણસને લૂંટે ,
કહે જીગ્સ આ દુનિયા આખી ચોર૰
આ દુનિયામાં જયાં જુઓ,
ત્યા ચોરી ચારે કૌર૰
કોઈ ધન ચોરે , કોઈ મન ચોરે
કોઈ ચીમડાનાં ચોર૰
---જીગ્નેશ દેગામા