Quotes by Jignesh Degama in Bitesapp read free

Jignesh Degama

Jignesh Degama

@jigneshdegama


આવ જીંદગી હું તને પુરી જીવી લવ, દિવસેને દિવસે તું મારાથી દૂર જતી જાય છે૰

હે જીંદગી તું જેમ જેમ જતી જાય છેને તેમ-તેમ વધું ગમતી જાય છે૰

હે જીંદગી હું આવ્યો ત્યારે મારી પાસે કાંઈજ નહોતું પણ આજે તે મને માતા-પિતા , જીવથી વાલા ભાઈ-બહેન , દાદા-દાદી , મિત્ર , સગા સબંધી આમ ઘણું બધું આપ્યુ છે૰

હે જીંદગી તે મને પ્રેમ કરતાં શીખવ્યું છે૰

@degamajigs18

Read More

#LoveYouMummy


મારી પ્યારી માં૰
હું ૨૦ વષૅનો થયૉ, અટ્યારે પણ મારા બાળપણને સંભારુ તો મારી વ્હાલી માં તું મને પહેલી યાદ આવે છે૰ માં આ ભણતર પુરુ કરી સારી નોકરી લેવા, પૈસા કમાવાની જવાબદારીમા તારી પ્રેમ ભરી , વ્હાલ ભરી , તમારી છત્રછાયા હેઠળથી દૂર રહેવુ પડે છે૰

પણ કોઈ જ્ઞાની પુરુષે કહ્યું છે કે " મૂંખે બોલુ માં મને તડપી બાળપણ સાંભરે , આ મોટપની મજા મને કડવી લાગે કાગડા "૰ હા માં જ્યારે જ્યારે તારી યાદ આવે ત્યારે તે નાનપણમાં તમારા હાથથી ખાધેલા કોળીયા , તમારા ખોળામાં સૂતા વિતાવેલા એ દિવસો માં ખુબ યાદ આવે છે૰

માં હું નાનો હતો ત્યારે તું મને વઢતી , મારતી પણ છેવટે હું જાતેજ તારી પાસે આવતો અને તું મને સાનો રાખતી૰ એ પલ મને ખુબ જ મીસ થાય છે૰અમે બંને ભાઈ રમીને થાક્યા હોય, ભુખ પણ જોરની લાગી હોય ત્યારે તારા હાથથી ખાધેલા એ મીઠા કોળીયા યાદ આવે છે ૰માં તારી આ મમતા આખી દુનિયાથી નિરાલી છે૰

હું તારો વ્હાલો દીકરો ૰૰૰

Read More

#kavyotsav

દીકરા પણ ઘર છોડી જાય છે.

જે તકિયા વગર ક્યાંય પણ ઉંઘતા કતરાતા હતાં આવીને કોઈ જુએ તો એ ક્યાંય પણ સૂઈ જાય છે હવે ખાવા માટે સો નખરાં કરવા વાળા હવે કંઈ પણ ખાઈ લે છે પોતાના રૂમમાં કોઈને પણ ના જવા દેવા વાળા એક જ પથારીમાં બધા સાથે adjust થઈ જાય છે દીકરા પણ ઘર છોડી જાય છે ઘરને miss કરે છે પણ કહે છે કે બિલકુલ ઠીક છું સો-સો ખ્વાહિશો રાખવા વાળા..હવે કહે છે કે કંઈ નથી જોઈતું પૈસા કમાવાની જરૂરતમાં..એ ઘરથી અજનબી બની જાય છે દીકરા પણ ઘર છોડી જાય છે.
બનાવેલું તૈયાર ખાવા વાળા હવે એ જાતે ખાવાનું બનાવે છે મમ્મી-બેન-પત્ની નું બનાવેલું હવે રોજ ક્યાં ખાઈ શકે છે ક્યારેક થાકેલા-હારેલા ભૂખ્યા પણ સૂઈ જાય છે દીકરા પણ ઘર છોડી જાય છે મહોલ્લાની ગલીઓ જાણીતા રસ્તાઓ જ્યાં દોડ્યા કરતાં હતા પોતાના ના માટે મા-બાપ યાર-દોસ્ત બધા પાછળ છૂટી જાય છે તન્હાઈ માં યાદ કરીને છોકરા પણ રડે છે દીકરા પણ ઘર છોડી જાય છે.
નવી નવેલી દુલ્હન, જાનથી પ્યારા બેન-ભાઈ, નાના-નાના બાળકો, કાકા-કાકી,તાઉ-તાઈ બધું જ છોડાવી દે છે સાહેબ આ કમાણી ના પૂછો એમનું દર્દ એ કેવી રીતે છૂપાવે છે દીકરીઓ જ નહી સાહેબ દીકરા પણ ઘર છોડી જાય છે.

- જીગ્નેશ દેગામા

Read More

#Kavyotsav

☹ચોરી કરનારી દુનિયા☹

આ દુનિયામાં ‌જયાં જુઓ,
ત્યા ચોરી ચારે કૌર૰
કોઈ ધન ચોરે , કોઈ મન ચોરે
કોઈ ચીમડાનાં ચોર૰

આ દુનિયામાં ‌જયાં જુઓ,
ત્યા ચોરી ચારે કૌર૰

દેશી કહી વિદેશી આપે,
કાપડીયા પણ ચોર૰
વાર વેતરે, વાર છેતરે,
દરજીઓ પણ ચોર૰

આ દુનિયામાં ‌જયાં જુઓ,
ત્યા ચોરી ચારે કૌર૰

ખીસ્સા માંથી પૈસા ચોરે,
છોકરાઓ પણ ચોર૰
પરીક્ષામાં કોપી કરે,
છોકરીઓ પણ ચોર૰

આ દુનિયામાં ‌જયાં જુઓ,
ત્યા ચોરી ચારે કૌર૰

પાણી નાખી ડોઝ આપે,
ડૉક્ટરો પણ ચોર૰
ખાખ કહીને રાખ આપે,
વૈધ હકીમો પણ ચોર૰

આ દુનિયામાં ‌જયાં જુઓ,
ત્યા ચોરી ચારે કૌર૰

ઝાઝું કહીને થોડું આપે,
વેપારીઓ પણ ચોર૰
વાલમાંથી રતિ કાઢે,
સોનીઓ પણ ચોર૰

આ દુનિયામાં ‌જયાં જુઓ,
ત્યા ચોરી ચારે કૌર૰

વ્યાજમાંથી ટકો ચોરે,
આ બેંકો પણ ચોર૰
પગારમાંથી કમિશન કાપે,
આ શરાફીયો પણ ચોર૰

આ દુનિયામાં ‌જયાં જુઓ,
ત્યા ચોરી ચારે કૌર૰

માણસ થઈને માણસને લૂંટે ,
કહે જીગ્સ આ દુનિયા આખી ચોર૰

આ દુનિયામાં ‌જયાં જુઓ,
ત્યા ચોરી ચારે કૌર૰
કોઈ ધન ચોરે , કોઈ મન ચોરે
કોઈ ચીમડાનાં ચોર૰

---જીગ્નેશ દેગામા

Read More

આજથી ત્રણસો પાંસઠ પાનાની એક નવી વાર્તા શરૂ થઇ રહી છે. રોજ નવું પાનું હશે. વાર્તા લખવાની જ છે. લખવી તો પડશે જ. પાનું તો રોજ બદલવાનું જ છે. મરોડદાર અક્ષરોથી લખશો તો પણ લખાશે અને લીટા પાડશો તો પણ પાનું તો ભરાવવાનું જ છે. લખતી વખતે એટલું કરીએ તો ઘણું કે જૂનાં પાનાં ઉથલાવીએ ત્યારે ચહેરો થોડોક મલકે, આંખ થોડીક ચમકે અને સ્મરણોની થોડીક સુગંધ પ્રસરે.

Read More

માનવ જીવનમાં હાસ્યનું મહત્વ
----------------------------
જીવનમાં હાસ્યનું સ્થાન અગ્રેસર છે. કારણ કે હાસ્ય વિનાની જિંદગી નકામી છે. ખાલીપાથી ભરપૂર થઈ જાય છે. હાસ્યથી તંદુરસ્તી સારી રહે છે. હાસ્ય કોઈ બજારમાં વેચાતું મળતું નથી. જીવનમાં હાસ્યને સ્થાન કેવી રીતે આપવું તે એક આગવી શૈલી છે. અને તે પણ આપણામાં જ પડેલી છે. પરંતુ આપણે તેનો ઉપયોગ કરતાં નથી.

હંમેશા ગમે તેવી કઠિન પરિસસ્થિતિ હોય પરંતુ આપણા જીવનમાંથી હાસ્યનું સ્થાન ગાયબ થઈ જવું જોઈએ નહિ. કહેવાય છે ને કે ‘હસે તેનું ઘર વસે’

Read More