#kavyotsav
અહીં હવે ક્યાં કોઈને કોઈથી કશીય નિસબત છે
દુઃખાવું દિલ કેવી રીતે ? એજ તો સૌની હરકત છે
દુનિયા જીતીને હું'ય હવે તો સિકંદર થઇ જાવ મોટો
માણસ માણસ ના દિલમાં વસતી એવી ફિતરત છે
દોડી જઈ રહ્યા છે દુનિયામાં પારકાને પોતાના કરવા
લોહીના સંબંધોમાં જ ભળતી હરદમ છાની નફરત છે
આલીશાન મહેલો બનાવી દીધા મોજીલું જીવન જીવવા
સુખથી જમતા કોળીએ પણ ક્યાં હવે આવતી બરકત છે
ને તોય બધું અહીંની અહીં જ મેલી ચાલ્યા જઈશું એક'દિ
આવે નહિ કોઈ પૂછવા અંત ઘડીએ, બોલ તારી શું હસરત છે
#નીરવ_પટેલ
#શ્યામ
#દુખતી_વાત