#Kavyotsav
હાસ્યનો હોદ્દો ... (લાગણી)
હકડેઠક ભરાયેલા દરબારમાં અમારો હાસ્યનો હોદ્દો,
મુરજયેલા કમળને ખીલવતો અમારો હાસ્યનો હોદ્દો,
નાનાથી મોટાનો સંગમ સાધતો અમારો હાસ્યનો હોદ્દો,
મન ભરીને રંગો ભરવાનો અમારો હાસ્યનો હોદ્દો,
ઈચ્છાપૂર્તિ માં રંગો ભરતો,
પડછાયાને પડકાર આપતો,
દિવસ ઉગ્યાથી સાંજ ઢળતાં નો,
કેવો દિવસ ભરનો સાથ છે,
અમારો હાસ્યનો હોદ્દો,
પ્રણવની કલમથી લખાયેલો હોદ્દો,
હંમેશા બની રહેશે હાસ્યનો હોદ્દો ...