#Kavyotsav
એ ક્ષિતિજ પર .. (મિત્રો)
દશે દિશાઓ નો સંગમ થયો એ ક્ષિતિજ પર,
એ બંધાયેલા વાદળો છૂટા પડ્યા એ ક્ષિતિજ પર,
ઢળતા સૂરજની સાથેની ગુલાબી સંધ્યા એ ક્ષિતિજ પર,
બંધનરૂપી વિચારોના વમળમાં ચાલુ થયા એ ક્ષિતિજ પર,
પંખીઓના ઘર ભણવાનું મિલન થયું એ ક્ષિતિજ પર,
ઠંડી લહેરના વાદળો છવાઈ ગયા એ ક્ષિતિજ પર,
શીતળતાની શોભાનો સંગમ થયો એ ક્ષિતિજ પર,
પ્રેમથી છલકાતા યુગલનું મિલન થયું એ ક્ષિતિજ પર ...