#Kavyotsav
એ મિલન અધુરું રહી ગયું (પ્રેમ)
એ મિલન અધુરું રહી ગયું મળીને કહેવાનું રહી ગયું,
ઓચિંતુ આવ્યું તેડુ ને જવાનું તેમાં રહી ગયું,
સમણાં ના સૂરજને પુછવાનું કઈક રહી ગયું,
ચંદ્રની શીતળતા ને જોવાનું બાકી રહી ગયું,
આવ્યા હતા એતો કઈક કહેવાને બોલવાનુ મનમાં રહી ગયું,
થોડામાં કહીશ બસ એટલું જ પ્રણવની કલમે લખવાનું કઈક રહી ગયું ...