Gujarati Quote in Quotes by Kamlesh

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

.....# ઘરડાઘરના સપનાં #......

ભારતમાં ઘરડાઘર હોયછે તેમ અમેરિકામાં પણ સિનીયર સિટીઝન હોમ હોયછે. કદાચ ભારતમાં લોકો મજબૂરીથી કે વખાનામાર્યા ઘરડાઘરમાં  રહેતા હોય તેના બદલે આવા સિટીઝનહોમમાં આથમતી ઉંમરે લોકો પોતાનીમેળે સમજદારીપૂર્વક અગર તો બાળકો પર પોતાની જવાબદારી ન નાખવાના અહીંના સોશિયલઢાંચાને અનુસરીને  રહેવા આવેછે . અહિં આ હોમમાં દરેકવ્યક્તિને એક અલગ અલાયદો સંપૂર્ણસુવિધા સાથેનો અને કદાચ ઘર જેટલીજ આરામદાયી  સગવડોસાથે રૂમ ફાળવવામાં  આવતો હોયછે. એટલુંજ નહીં પણ  દરેકની અત્યંત કાળજીપૂર્વક માવજત લેવામાં આવતી હોયછે. 
અમેરિકામાં કોઇ પોતાની સંસ્કૃતિ નથી કે નથી પોતાના સાંસ્કૃતિક તહેવારો . પણ હા અહીં મધર્સડે, ફાધર્સડે , હેલોવીનડે , થેન્કસ ગીવીંગડે જેવા દિવસોની ઉજવણી ચોક્કસ થતી હોયછે.
આ છે અમેરીકનસંસ્કૃતિ... જ્યાં ઘરડાઘરનાં સપનાં જોવાય છે.
આનાથી સાવ વિપરીત આપણી ભારતીયસંસ્કૃતિ... જેનો આપણને ખૂબ ગર્વ છે... પણ અફસોસ કે એની એક એવી તસવીર પણછે કે જેના પર કાલીક પોછીયે તો કાલીકનું અપમાન કર્યું કહેવાય...
એ છે આપણા 'ભારતીય ઘરડાઘર '...
જ્યાં ફકત લાચારી અને મજબૂરીથી ભરેલી અશ્રુભીની આંખો જોવા મળેછે, જે એમના 'આંખોના તારા' તરફથી સૌગાતમાં મળીછે...
સમાચારને 'વાવડ 'કહેવાય . સંતાનજન્મે તો 'સુ-વાવડ'કહેવાય પણ માતા-પિતાનું જો જતન સંતાન ન કરે તો તેને ' કુ-વાવડ 'કહેવાય . 'એકની ઉમર એ વ્યવહાર , શૂન્યની ઉમર એક એ ઉપકાર .' સંતાન માતા-પિતાના એક સામે એકનો વ્યવહાર પણ નથીકરતા પછી શૂન્ય સામે એકનોઉપકાર કરવાની પાત્રતા કઈરીતે બતાવીશું ? સંતાન ધર્મ ચૂકે ત્યારે ઘરડાઘર યાદઆવે . માતા-પિતા હેરાન થશે,પણ પોતે ઘરડાઘર નહીજાય . સંતાનજ તેમને મુકેછે ત્યારે તેઓ લાચાર બનેછે .જિંદગીના આખરી કટુસત્યનો તેઓ સ્વીકાર કરી લેછે .....
જ્યાંસુધી શરીરચાલે અને કામકરો ત્યાંસુધી સંતાનોને ગમે .દામ હોય ત્યાંસુધી નમતા આવે .કંઈ પાસે ના હોય ત્યારે નકામાંગણીને હડધૂત કરવાના અને એટલેસુધી ત્રાસ આપવાનો કે તેઓ ઘરછોડવા મજબૂર થઈજાય .કઈ સમજાતુંનથી .શુંથઇ ગયુંછે આ સંતાનોને કે જેમણે જીવની જેમ જતન કર્યું ,સમાજમાં માનમરતબો મળેએવા કાબીલ બનાવ્યા અનેએમના જ માનમરતબો છીનવી લીધા .નમન ના કરો તો કંઈનહી પણ અપમાન ના કરો તોય એમને સારુ લાગશે .માબાપ હમેશા સંતાનોની ખુશીચાહેછે .સંતાનોને ખુશ રાખવા એ એમના થી દુર થવા પણ તૈયાર થાયછે .દુરથી પણ સદા ખુશ રહે તું ની દુઆ જ કરતા હોયછે.અમારે એમના જીવનમાં આડે આવવુંનથી .અમારે એમના ઉપર બોજ નથીબનવું .પોતે દુઃખ સહન કરીનેપણ સંતાનોને ખુશ રાખે એનું નામ માબાપ.
ક્યારેક એકાદ રજાના દિવસે મોલ કે પિક્ચર કે હોટેલોમાં ન જતા આવાકોઈ વૃદ્ધવડીલની પાસે એક સાંજ પસાર કરશો તો તમને જીવનની ગહનતા સમજાશે .કોઈ વડીલની ખબર-અંતર પૂછશો ,એમની કોઈ જરૂરિયાતમાં મદદ કરશો તો અંતરનો આનંદ મળશે .ધીરજથી કોઈ વડીલની જીવન સફરની કહાની સાંભળશો તો સિનેમા જોવા કરતા વધુ આનંદ મલશે . તમે આ વડીલોને બીજું કઈ નહી પણ તમારો થોડો સમય આપશો તોય તેઓ ખુશ થઇજાશે .વિચાર કરજો અને મન થાયતો અમલમાં મુકજો .એ વડીલોના કરચલી વાલા બોખા ચહેરા પર સ્મિત ખીલીઉઠશે .એમના ધ્રુજતાહાથ તમને આશિર્વાદ આપવા ઉંચા થઇજાશે .

આ પોસ્ટ વાંચ્યા પછી કોઈ એકના મનમાં પણ આવી લાગણી કે ભાવ જાગશે અને અમલમાં મુકશે તો આ લખાણ સાર્થક થશે .
આપણાં ઘરડાઘરમાં પણ સ્વેચ્છાએ આવેલા વડિલો હોવા જોઈએ, નહિં કે મજબૂરીથી કે હડધૂત થઇને આવેલા વડિલો હોવા જોઈએ.... અને આનું ધ્યાન આપણે રાખવાનું છે... એક વાત હંમેશા ધ્યાનમાં રાખવી કે 'જેને કોઇ ના પૂગે એને પેટ પૂગે'...
અસ્તુ...
જય ભોળાનાથ...

Gujarati Quotes by Kamlesh : 111033899
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now