# Kavyotsav
કવિતા, તું આવ
આ એકલતા ખૂબ સતાવે છે
ગઝલના તાર ઝણઝણીને
સ્થિર થઈ જાય છે
પ્રેમનો રાહ ખૂબ લાંબો લાગે છે-
મંજિલ દેખાતી નથી
મારા વિશાળ ઝરુખે, એક સાંજ
ઊગે છે ને આથમે છે ત્યારે
આકુળ વ્યાકુળ થઇ જાઉં છું
તને મારી ભીની આંખના સોગંદ
મારી તૂટી પાંખના સોગંદ
કવિતા, તું આવ ને
મારા રોમ રોમને પુલકિત કર
-- પ્રવીણ શાહ