# kavyotsav
સફળ થઈશ હું તારા માટે વચન છે મારું,
ખુશીઓ આપીશ અઢળક તમને વચન છે મારું,
સાથ નીભાવીશ જીવનભર વચન છે મારું,
તમારી ભૂલોને જોઇશ નહીં ક્યારેય વચન છે મારું,
સાથ આપ્યો છે ને આપીશ ,
પ્રીત નિભાવી જઇશ જીદગીભર વચન છે મારું,
તમારા દુઃખોનો સહારો બનીશ દરેક ક્ષણે,
તમારી ખુશીઓમાં ખસી જઈશ વચન છે મારું,
એમ તૌ નથી હું સ્વાર્થી કે નમાંલો ,
તમારાં વિશ્વાસને ટકાવી જઈશ વચન છે મારું,
જુદાઈનાં દિવસોમાં હું તમને યાદ આવીશ ,
સપનાંમાં હુ તમને સતાવીશ ,
મૂલ્ય ત્યારે સમજાશે તમને મારૂ વચન છે મારું,
સફળ થઈશ હું તારા માટે વચન છે મારું,