#KAVYOTSAV
પ્રેમ, સંબંધો, મિત્રો, લાગણી,
વિના આમનાં હું છું પાંગળી,
પ્રેમ ઝાલે હરદમ મારી આંગળી,
પ્રેમની જ પાથરી જીવનદ્વારે સાદડી,
સંબંધોએ પૂર્ણ કરી હરએક માંગણી,
સંબંધો જ મારી અમૂલ્ય છે કમાણી,
મિત્રો મળ્યા વિદ્વાનો ને પુરાણી,
મિત્રો થકી જ તકદીર બદલાણી,
લાગણી ની સરિતા ન કદીય સુકાણી,
લાગણી થકી જ બની હું સુજાણી,
પ્રેમ, સંબંધો, મિત્રો, લાગણી,
આ જ મારા જીવનભર ના સૂકાની...