Gujarati Quote in Story by Dimpal Kapadiya

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિશ્વવિજેતા સમ્રાટ સિકંદરના બાળપણની આ વાત છે. સિકંદરના પિતા ફીલીપ યુરોપ અને એશિયાના અમુક દેશોને જીતવા માટે નીકળ્યા હતા. રાજા ફીલીપ ખુબ સારા યોધ્ધા અને શુરવીર હતા. યોગ્ય આયોજન અને શુરવીરતાને લીધે એમને બહુ મોટી જીત મેળવી. વિજય મેળવ્યા બાદ ફીલીપ પરત ફર્યા ત્યારે નગરમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો.

આજે તો નગરનો પ્રત્યેક માણસ આનંદમાં હતો કારણ કે એમના રાજા બહુ મોટી જીત મેળવીને આવ્યા હતા. બધા લોકો નાચતા હતા અને જાત-જાતના આનંદ વ્યક્ત કરનારા ગીતો ગાતા હતા. નગર આખુ જાણે કે આનંદના હિલોળે ચડ્યુ હોય એવુ વાતાવરણ હતુ. નગરનો સામાન્યમાં સામાન્ય માણસ પણ આનંદમાં હતો પણ રાજકુમાર સિકંદર મહેલના એક ખુણામાં બેસીને રડતો હતો. કોઇ નોકરનું ધ્યાન ગયુ એટલે એમણે આ વાત મહારાજા ફીલીપ સુધી પહોંચાડી.

ફીલીપ તુરંત જ પોતાના વ્હાલસોયા દિકરા સિકંદર પાસે આવ્યા. સિકંદરને રડતો જોઇને ફીલીપને પણ આશ્વર્ય થયુ કે આ આજે કેમ રડે છે? એમણે સિકંદરને પુછ્યુ, “ બેટા, તું ભાવી સમ્રાટ છો. મેં જે કંઇ મેળવ્યુ છે એ બધુ જ તને વારસામાં મળવાનું છે. આજે હું આટલો મોટો વિજય મેળવીને આવ્યો છું એનાથી તને આનંદ નથી ?“ સિકંદરે રડતા રડતા જ કહ્યુ, “ ના પિતાજી મને બિલકુલ આનંદ નથી ?“

ફીલીપને સિકંદરની વાત સમજાતી નહોતી. સામાન્ય નગરજન પણ આનંદમાં હતો તો પછી ભાવી સમ્રાટને વળી શું દુ:ખ હતુ ? સિકંદરના માથા પર પ્રેમથી હાથ ફેરવતા ફેરવતા પિતાજીએ પુછ્યુ , “ બેટા, મને એ તો કહે કે તને શું દુ:ખ છે ? રાજ્યના ભાવીસમ્રાટનું કોઇએ અપમાન કર્યુ છે કે શું ? જો કોઇએ તને કંઇ કહ્યુ હોય કે તારુ અપમાન કર્યુ હોય તો હું એને દેહાંતદંડની સજા આપુ. મને તારા રડવાનું કારણ કહે બેટા.” સિકંદર આંસુ લુછતા લુછતા એટલુ જ બોલ્યો , “ પિતાજી, તમે અત્યારે એક પછી એક દેશ જીતી રહ્યા છો. હું યુવાન થઇશ ત્યાં સુધીમાં તમે જ બધા દેશો જીતી લેશો તો પછી હું શું જીતીશ ? તમે મારા માટે કંઇ જીતવા જેવુ વધવા નથી દેતા એનું મને દુ:ખ છે. મારે વારસામાં બધુ તૈયાર નથી જોઇતુ મારે મારા બાવળાના બળે મારા રાજ્યને વિસ્તારવુ છે.”

પુત્રની વાત સાંભળીને ફીલીપની છાતી ગજ ગજ ફુલવા લાગી.

સિકંદરની આ વિચારસરણી આજના બાળકોમાંથી અને યુવાનોમાંથી અદ્રશ્ય થતી જાય છે. સિકંદરના જીવનનો આ પ્રસંગ આજ ના પ્રત્યેક માણસને બહુ મોટો સંદેશો આપી જાય છે. તમને તૈયાર મળી જશે તો એની મજા નહી જ આવે એ પાક્કુ.

એક દિવસમાં 1000 રૂપિયાનો ધૂમાડો કરનાર દિકરા-દિકરીને એ પણ ખબર હોવી જોઇએ કે આટલી રકમમાં ઘણા એક અઠવાડીયા સુધી પોતાનું ઘર ચલાવતા હોય છે. 1000 વાપરવા બહુ સહેલા છે પણ બાપના નામનો કે એના ધંધા-વ્યવસાયનો ઉપયોગ કર્યા વગર 1000 કમાવા જઇએ ત્યારે ખબર પડે કે એનું મૂલ્ય શું છે ? જે પશ્વિમની સંસ્કૃતિને આપણે પેટભરીને ગાળો આપીએ છીએ એ પશ્વિમી દેશોમાં લગભગ યુવાનો પોતાનો અભ્યાસનો ખર્ચો પાર્ટટાઇમ નોકરી કરીને પોતાની મેળે જ કાઢી લેતા હોય છે અને આમાં મોટા બિઝનેશમેનના સંતાનો પણ બાકાત નથી.

*જાતે કામ કરી કંઈ મેળવવાનો આનંદ કંઇક વિશેષ હોય છે.*
?

Gujarati Story by Dimpal Kapadiya : 111033576
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now