#કાવ્યોત્સવ ...
પ્રેમ લાગણી સંબંધ ...
સપનું મ્હારું...
મારા મનનો માણીગર...
મારા દિલનો દિલબર...
મારા સપનાનો સનમ...
મારી રાતોનો રાજકુમાર...
ચોરી ચોરી એ આવતો મારો રાજકુમાર...
સપનામાં મારા...
આવતો એ બધા થી છુપાઈ...
દઈ જતો એ મને અઢળક ઉમ્મીદો...
ને અપાર પ્રેમ...
આંખોમાં આંખો નાંખી શું જોઈ રહેતો?
કે પછી શું પૂછતો મને...
હું તો શું કેહતી એને શરમની મારી...
કાંઈ સૂઝતું ન મને...
નજરો ઝુકાવી થોડું હસી જ લેતી...
એવું તો તે કાતીલ નજરોથી મને જોયા કરતો કે...
મારી તો ધડકનોં પળભર માટે ધડકવાનું ચુકી જતી...
એવી તે મીઠી મીઠી વાતો કરતો ને...
જાદુભરી જાણે...
કે મને પળભર માં એના મય કરી નાખતો...
મને એવો તો તે પાગલ બની ચૂમવા લાગતો...
દિલ ઝૂમવા લાગતું ને...
શ્વાસ મારા બેકાબુ બની જતા...
રાતમાં બેઠી બેઠી હું એને જ વિચારતી કે...
એ તો મને આમ તડપાવીને જતો રહ્યા...
ત્યાં તો એ આવીને મને જકડી લેતો એના આલિંગનમાં...
જાણે કે હમણાં જ મને એની બાજુઓમાં મોત આવી જશે...
ચોરી ચોરી એ આવતો મારો રાજકુમાર...
સપનામાં મારા...
આવતો એ બધાંથી છુપાઈ...
હા તું જ છો મારો એ રાજકુમાર...
હા તું જ...
મને નહીં પૂછ, પૂછ તારા મન ને...
તું જ છો એ રાજકુમાર...
#સાંઈ સુમિરન...