એમ ક્યાં કોઈ દિલ ખોલીને વાંચે
ન્યુઝફીડ નેય સ્ક્રોલ કરી દે સાચે,
કોમેન્ટ કોઈ થોડી દાદ દેવા આપે
વાટકી વહેવાર સામ સામા રાખે,
લાઇકના માપદંડો કાં ચડાવે માથે
પોસ્ટ છે, નથી ભીતર પોતે જાતે
વાંચી જોઈ જાત તારી કેળવાશે
વખાણે ખોટા ,ખોટી હવા ભરાશે
ફોલો તું કરી લે બિન્દાસ આજે
જાણવા માણવા જેવું જો લાગે
કોમેન્ટ પોસ્ટનાં વિધ વિધ વિવાદે
શાને દિવાલે ભટકાડી માથા ભાંગે
મુક તંત આવા, શબ્દો લઇ સાથે
મુક કૈંક નવું મૌલિક બનાવી હાથે
મિત્રોને મળી લઇએ શબ્દસંગાથે
માન દેવાંગ ક્યાં લખી લેવું ખાતે?