Gujarati Quote in Shayri by Dimpal Kapadiya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.


....મારી કથા....

હવે હું થાકી છું ,
હવે બસ થયું હાઉસ વાઇફનું લેબલ...
કારણ કે હવે હું સમજી છું કે,
મને અગર રજા જોઇએ છે તો નોકરી બહાર કરૂં,
કામ ઘરમાં નહીં ઓફિસમા કરું... 
વગર પગારે ઘરના બધાંના રુઆભ ઉઠાઉં છુ,.
આટલા બધા બોસ કરતાં તો એક જ નોકરી કરું...

હું સ્વતંત્ર રહીશ,
રજા પણ મળશે,
અને ઘરમાં રુઆબ પણ રહેશે...
મહત્વકાંક્ષી લોકો રોટલી બનાવે નહીં પણ કમાય,
દિવસભર બાઇની જેમ ઘરકામ કરનારી,
સ્વયં માટે સજવા સંવરવાનું ભૂલાવી દેનારી,
મારી પર તો કામવાળી પણ રુઆબ કરે,
છૂટ્ટી પણ લે, 
અને ધંગધડા વગરના કામના પૈસા પણ લે...
પણ હું..?

હું શું કરું..?

કોઇ એસ્ક્યુસ જ નહીં,
કોઇ વખાણ નહીં,
કોઇ ગણના નહીં, 
કોઇ કદર નહી
અને
વળી મારી પાસેથી બધાની અપેક્ષાઓનો તો અંત નહીં ,

હું છું જ શું???

એક સાધારણ હાઉસ વાઇફ...
હા મારી પણ કમજોરીઓ છે...
હું ઘરમાં બધા પર હુકમની જગાએ આજીજી કરૂં છું..,
વઢવાને બદલે નારાજ થાઉં છું,
મારી ઉપર ગુસ્સો કરનારને દરવાજો દેખાડવાને બદલે મનાવું છું...

નોકરી કરીને, પોતાને સજાવી સંવારીને જીવવું,
બહાર નીકળી દુનિયામા પોતાનું વજુદ બનાવું સહેલું છે,
પણ પોતાને મિટાવીને પોતાનાને પોતાના બનાવી રાખવા સહેલા નથી,
અગર હું ઘર મેનેજ ના કરુ ઘર વીખાઇ જાય,
આદત  મેં જ બગાડી છે બધાની,
જૂતા, કપડા, ચોપડા, વાસણ પછાડે છે બધા... 
અને
ચૂપચાપ હું બધું સમેટું છું...                
બસ એક જ અપેક્ષા છે મારી
થાકી હું પણ જાઉં છું,
કંટાળી પણ જાઉં છું,
બસ કોઇ વાર ગુસ્સો કરી દઉં,
કડવા બે વેણ કહી દઉં
તો
સહી લેજો મને પણ 
જેમ રોજ હું તમને બધાને સહું છું... ?

યાદ રાખજો હું હાઉસ વાઇફ નહીં હાઉસ મેકર છું...

Gujarati Shayri by Dimpal Kapadiya : 111033228
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now