Gujarati Quote in Shayri by Kunalsinh Chauhan Kamal

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#KAVYOTSAV

ગાંધી બાપુને સમર્પિત, તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતી કવિતા...

મારે મોહનને મળવુ છે

મારે મોહનને મળવુ છે, આજે મોહનને મારે મળવુ છે

અહિંસાના ઓજારથી આમ આદમીના અંતરનો આખેટ કરનાર, મોહનને મારે મળવુ છે.

સત્યનો આગ્રહ કરી જીંદગી ભર સત્યના પ્રયોગો કરનાર, મોહનને મારે મળવુ છે.

વૈવિધ્ય સભર વિચારનારા ચાલીસ કરોડ માથાને ઝંઝોડનાર, મોહનને મારે મળવુ છે.

સફેદ મીઠું ઉપાડી સફેદ માણસોના સામ્રાજ્યને ડોલાવનાર, મોહનને મારે મળવુ છે.

દેશને સ્વરાજ અપાવનારને, 'આજના' દેશવાસીઓને ગુલામીમાંથી મુક્ત કરવાનો માર્ગ પૂછવા, મારે મોહનને મળવુ છે.

હા, મારે એકવાર મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધીને મળવુ છે...

કુણાલસિંહ ચૌહાણ 'કમળ'

Gujarati Shayri by Kunalsinh Chauhan Kamal : 111033098
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now