#KAVYOTSAV
એકરાર
જ્યારે મળ્યા તમે મને, જાણ્યું શું છે જીવન હવે
રાખો છો મારી એટલી દરકાર, આનંદ પ્રસરી જાય છે પારાવાર
કીધા તમે મારા વખાણ, શું હું છું તેનો ખરેખર હકદાર?
કર્યો તમે મારો ઉદ્ધાર, નહિતર ખોવાઈ જતો ક્યાંક હું આજ
જાણું આપનો સ્નેહ છે અપાર, એટલે થોડું લખું છું કરી વિચાર
ના છોડતા આ જીવન મઝધાર, શું થશે મારૂં જરા કરજો વિચાર
મકાન મારૂં ઘર બનશે, જ્યારે આપશો મુને નવો અવતાર
જીંદગી મારી સંપૂર્ણ બનશે, જ્યારે મારૂં કુટુંબ હશે
નથી કહેવું હવે મારે, તમે જાણો જ છો બધુ હવે...