#kavyotsav #પ્રેમ #ત્રિપદી
શું કહીને વિશ્વાસ અપાવું?
મારી રગેરગ માં વહે છે તુ!
એમ કહીશ તો માનશે તું?
શ્વાસ માં ભરું કે બાથ માં!
શબ્દો નો જ ફેર બીજું શું?
એમ કહીશ તો માનશે તું?
મારી ઘટનાઓ માં ગૂંથાઈ,
મારી હયાતી નો પુરાવો તું!
એમ કહીશ તો માનશે તું?
સમયના સીમાડાઓ તોડી,
અનંત નાં છેડે મને મળે તું!
એમ કહીશ તો માનશે તું?
વાંચું તને મારી કિતાબ માં!
આરંભ મારો અંત પણ તું!
એમ કહીશ તો માનશે તું?
- કમલેશ ખુમાણ