#kavyotsav #પ્રેમ #નઝ્મ
આમ તો જોને પત્થર જ હતો સાવ
ને આ ઝરણું ક્યાંથી ફૂટ્યું મારા માં
પાનખર નું સૂકું પાન જ હતો સાવ
ને આ વસંત ક્યાંથી ઝૂલ્યું મારા માં
સૂકાં રણ ની રેતી જ હતો સાવ
ને આ ફૂલ ક્યાંથી ખીલ્યું મારા માં
ધોમધખતો ઊનાળો જ હતો સાવ
ને આ ચોમાસું ક્યાંથી વસ્યું મારા માં
વરસાદ નું એક ટીપું જ હતો સાવ
ને આ મેઘધનુષ ક્યાંથી બન્યું મારામાં
સૂના પનઘટ ની વાટ જ હતો સાવ
ને આ મટકું ક્યાંથી છલક્યું મારા માં
મુંગો હું ખુદ માં મૌન જ હતો સાવ
ને આ કોકિલ ક્યાંથી ટહુક્યું મારા માં
અમાસ ની કાળી રાત જ હતો સાવ
ને આ તારલું ક્યાંથી ચમક્યું મારા માં
સૂમસામ અજાણ રાહ જ હતો સાવ
ને આ ભોમિયું ક્યાંથી જડ્યું મારા માં
હું એકલો હતો એકલો જ હતો સાવ
ને આ તારાપણું ક્યાંથી હસ્યું મારા માં
- કમલેશ ખુમાણ અને આરતી કોરીઆ