#Kavyotsav
એક રચના................
ઘાવ તમારો સહેવા લ્યો મેં લખી ગઝલ;
પ્રેમ તમારો પૂજવા લ્યો મેં લખી ગઝલ.
કેટલાં તમને ચાહું છું એ કેમ બતાવું તમને;
વિરહ તમારો સહેવા લ્યો મેં લખી ગઝલ.
તમે જ ઈશ્કે હકીકી ને તમે જ ઈશ્કે મિજાજી;
એ સાબિત કરવા માટે લ્યો મેં લખી ગઝલ.
શેર શાયરીઓ અમથી નથી લખાતી સાહેબ;
ગમ એમનો ભૂલવા માટે લ્યો મેં લખી ગઝલ.
નથી સહન થાતી હવે એમની જુદાઈનો ગમ યારો;
મનના અમસ્તું સુલજાવવા માટે લ્યો મેં લખી ગઝલ.
- 'મોજીલો' ભવાયો........
પપ્પા.......
'સાગર જેવો દરિયો મારા નામે કરી
રાખી કિનારો એમને પાસ
ખંભે બેસાડી દુનિયા બતાવી મને
પ્રેમ પદાર્થ નો કરવી એહસાસ
આસુડાની ધારા મારી એમને લૂછી ને
આંગળી પકડી કરાવ્યો રસ્તો પાર
ઘાવ પર મારા એમને મલમ લગાવી
એ દર્દ ને કરાવ્યું એક પાર
દુઃખ માં ના રડવું - સુ:ખ માં ના છલકવુ
મોજીલા જીવન ની બતાવી એ શાન
સપ્તરંગી ની સોડ માં મને રે રમાડી
નાવડી કરવી મારી પેલે પાર
'ભીમજીભાઈ ધામેલીયા' નામ એમનુ
જીવન નો બતાવ્યો ભવસાર
પુત્ર બની ને એ પિતા નો રામ નામ લવ હું
પપ્પા તણુ એ શ્યામ શ્યામ નામ'
# વિન્સ.એલ.બી.ધામેલીયા