#kavyotsav
મમ્મી યાદ છે મને..
જ્યારે હજુ હું તારા પેટ મા હતો,
હું તને જોવા કેવો આતુર હતો,
ચોક્કસ તું ખુશ ખુબ જ હતી,
પણ સાલું તે ખુશી જોવા હું હાજર જ ના હતો.
મમ્મી યાદ છે મને..
જ્યારે હું તારા ખોળામાં હતો,
ચાલતા ચાલતા વારંવાર પડતો હતો,
કશું ખબર જ ન હતી પણ,
સાચે તારા વિના જ ડરતો હતો,
મમ્મી યાદ છે મને...
જ્યારે જ્યારે મારી પરીક્ષા હતી,
વધુ મારાથી તું ડરતિ હતી,
હું જાણતો હતો કે
રિઝલ્ટ ની રાત્રે સૂતી તો તું પણ ન હતી..
આજે જ્યારે હું તારાથી દૂર છું,
હું જમતો નથી ખબર છે, ભૂખી તો તું પણ રહે છે
ભરી રાત્રે સથવારો કરાવવા, જાગતી તો તું પણ રહે છે..
જ્યારે લાગે છે ભટકુ લક્ષ્ય થી
તારો ચહેરો જોઈ લવ છું, તારી વાતો યાદ કરી લવ છું
થોડો ભાર ઓછો કરવા મન ભરીને રડી લવ છું,
તુ ડરતિ નહીં માર્ગ પર ચાલવા આવ્યો છું
તું ચિંતા ના કરતી, ઉડવા આવ્યો છું
તારા જોયેલા સપના પૂરા કરવા આવ્યો છું
તું રડતી નહી તને હસતી રાખવાં આવ્યો છું
.. મમ્મી ખુશ હોવાનું તું પણ જતાંવે છે
ને ખુશ હોવાનું હું પણ જતાંવૂ છું,
ફરક એટલો છે કે
તું ચાલુ કૉલે રડી લે છે, ને હું કૉલ પછી રડી લવ છું
ચોક્કસ થી તારા જોયેલા સપના પૂરા કરીશ
ક્ષણે ક્ષણ ને તેની કિંમત બતાવીશ
સાલું તે જોવા હું જરૂર હોઈશ હાજર,
કે તું ત્યારે કેવી ખુશ હોઈશ.
મમ્મી રહેશે સદા રૂણ તારા
તું મારા મા અને હું તારા મા,
રહીશું આપણે જીવનધારા માં,
પણ મરી જાવ છું વિચારી વિના તારા
કે જ્યારે તું નહીં હોય
ત્યારે,,,
કોણ લૂછશે આંસુડા મારા.
કોણ લૂછશે આંસુડા મારા,,,.. ?
Manav Mangukiya