Gujarati Quote in Shayri by shailesh

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#kavyઓ tsav

￰મારું સ્મિતકે આપનું સ્મિત

સંગીત મને મનગમતું મળે,કે આપનું સ્મિત...
મુખડે દેખાતું સ્મિતમારુંછે,કે આપનું સ્મિત..
પ્રતિબિંબ ઝળહળતું શોધ્યા કરે તરસી આંખોં...
મળેજે મને મારા હોઠે,મારું સ્મિતકે આપનું સ્મિત..

શૃંગારછે કુદરતી છતાં,સૌન્દર્ય સૌથી અનેરું...
મુજ ચેહરાની ચમક બને કોઈ,કે આપનું સ્મિત...
ગુંજે પારદર્શી ઝરણું,જાણે નદીઓમાં વહેતુનીર..
ખળખળતું કોઈ મીઠું સંગીત,કે આપનું સ્મિત...

સપ્તરંગી ભળ્યાછે સૂરો,જાણે મેઘધનુષ્યના રંગો..
મારા ચેહરે છાંટે કોઈ ગુલાલ,કે આપનું સ્મિત...
થોડીજ શ્રણોની વિસાત,છતાં કેટલો લાંબો વિસ્તાર..
મારી પળેપળની લેછે કોઈ સંભાળ,કે આપનું સ્મિત...

હોઠોની ગલીઓમાં ગૂંજ્યા કરે અઢી અક્ષરનું ગીત..
પ્રેમમાં પાળેછે મને કોઈ,કે આપનું સ્મિત....

Gujarati Shayri by shailesh : 111032957
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now