#kavyotsav
#મિત્ર
પોતે કાંટા પર ચાલી,
રસ્તો બનાવી દે એ 'મિત્ર', ... (1)
ખબર હોય હારી જવાના છીએ,
તે છતા લડવા તૈયાર થાય એ 'મિત્ર', ...(2)
ખુખાર હોય, ખાલી હોય,
સાહેબ મિત્ર તો 'મિત્ર' હોય, ... (3)
સિંહના ટોળાની વચ્ચે એકલો,
પાણી પાવા આવે એ 'મિત્ર', ... (4)
જ્યાં કોઈ દિવસ દંગો ના હોય,
જ્યાં કોઈ દિવસ કંપટ ના હોય એ 'મિત્ર ', ... (5)
આંખમાં આંસુ, રદયમાં 'પ્રેમ' અને,
હાથમાં હથિયાર લઈ ઉભો રહે એ 'મિત્ર', ... (6)
મધરાત હોય, ધોમધખતો તાપ હોય,
મુસળધાર વરસાદ હોય તોય બાજુમાં ઉભો હોય એ 'મિત્ર', ... (7)
જાન, જીગર અને જ્વેરાત,
હમેશાં કુરબાન કરી દે એ 'મિત્ર', ... (8)
જેનુ દરિયા જેવું દિલ હોય, જ્ઞાનમાં એક્કો હોય,
બધુ સમરપણ કરે નિસ્વાર્થ ભાવથી એ 'મિત્ર', ... (9)
પ્રેમ લાખ રુપિયાનો કરે પણ,
દોસ્તી તો કરોડોની રાખે એ 'મિત્ર', ... (10)
સુદામાનો પરમ મિત્ર છે ક્રૃષ્ણને,
દુર્યોધનનો હથિયાર છે 'મિત્ર' કર્ણ, ... (11)
ભુલાઈ સ્વજનો અને ભુલાઈ સગા સંબંધી,
પણ કેમ ભુલાઈ એક મન મોજી 'મિત્ર', ... (12)
' અખિલ' ને યાદ કરુ ત્યાં એનો,
'મહિમા' કેમ ભુલાઈ.? દોસ્તીનું માન છે 'મિત્ર', ... (13)
- સંગીઅખિલ 'અખો'