#KAVYOTSAV
દોસ્તી
બે શરીર ની એક જ આત્મા છે દોસ્તી,
અખંડ અમર રહેનારી સમજણ છે દોસ્તી.
વડલા ના ઝાડ થી ઓફિસની ખુરશી સુધી,
ફાટેલી ચડી થી નવા શૂટ-બુટ સુધી,
દોડતા ખૂલા પગ થી સ્ટાઈલિશ શૂઝ સુધી,
અખંડ અમર રહેનારી સમજણ છે દોસ્તી.
પહેલાં પ્રપોઝ થી લગ્નનાં સાત ફેરા સુધી,
કલાસની છેલ્લી બેન્ચ થી હિમાલયના શિખર સુધી,
ભાદર ની ગોદ થી મિસીસિટી ના પાણી સુધી,
અખંડ અમર રહેનારી સમજણ છે દોસ્તી.
વાત વાત માં જગડા થી એક ફોનની રાહ સુધી,
બંક કરેલા કલાસ થી નોકરીનાં આઠ કલાક સુધી,
પાનેરા થી સાપુતારા ના પ્રોગ્રામ સુધી,
અખંડ અમર રહેનારી સમજણ છે દોસ્તી.
હોસ્ટેલની મજાક મસ્તી થી જીવનના એકાંત સુધી,
બીજા નાં કપડાં થી પોતાની દુકાન સુધી,
સાથે પીધેલી ચા થી પીઝા-બગૅર સુધી,
અખંડ અમર રહેનારી સમજણ છે દોસ્તી.
પહેલી વાર મળેલાં દિવસ થી વિરહની રાહ સુધી,
અખંડ અમર રહેનારી સમજણ છે દોસ્તી.
- બાપુ