#KAVYOTSAV
પ્રેમ
ના પૂછીને થાય , ના તોલી ને થાય,
આ તો પ્રેમ છે , પરાણે કેમ થાય ?
થઈ જાય તો થઈ જાય એક નજરમાં,
નહીં તો રહી જાય જીવનભર
વાદળ દૂરથી જોયા કરો તો મળવાનું કેમ થાય?
મન મૂકીને વરસી પડે તો ધરતી ને ભેટ થાય
ડગલે ને પગલે જો ખાતરી કરે તો એ પ્રેમ શાનો?
આંખો મીંચીને સાથે ચાલે તો એ પ્રેમ ક'વાનો
નદી સાગર ને સામે થી મળવા જાય ને તેમાં ખોવાય જાય,
જાણે એક માંથી બે થાય , પ્રેમ તો બસ આંમ જ થાય..