#Kavyotsav
લાગણીઓને વાચા આપી એક રંગ નવો ઘુંટાયો છે,
મનથી મનની વાત સુધીનો એક સબંધ નવો બંધાયો છે,
'હું-તુ' ના અહંકારમાથી 'અમે' નો ફણગો દેખાયો છે ,
સપ્તરંગી અહેસાસનો એક નાનો સબંધ દોરાયો છે ,
ઢોલ નગારા વાગ્યા વગર પણ વચનો તો લેવાયા છે ,
ફરજ શબ્દથી કોષો દૂર એક દિલનો સબંધ પડાયો છે ,
નાના સરખા સૂર્ય કિરણથી એ સુંદર દ્રશ્યો સર્જાયા છે ,
અંધકારમય મન થકી એક સબંધનો દિપક ઉજવાયો છે ,
સંઘર્ષોની જીવનપથ પર એક નિરાંતનો આનંદ છવાયો છે ,
દુઃખરૂપી તડકામાં પણ સબંધનો છાયો પથરાયો છે ,
મનથી મનની વાત સુધીનો એક નાનકડો સબંધ બંધાયો છે ...એક નાનકડો સબંધ બંધાયો છે.