ન આવ્યુ આંખ માં આસું
વ્યથા અે લાજ રાખી છે।
દવા ની ગઈ અસર ત્યારે
દુવા એ લાજ રાખી છે।
તરસ નુ માન જળવાય ગયુ
તારા વચન ના લીઘે
સમયસર આભથી વિખરી
ઘટા અે લાજ રાખી છે।
ઘણુ સારુ થયું આવ્યા નહી મિત્રો મને મળવા
અજાણે મારી હાલત ની, ઘણા અે લાજ રાખી છે।
પડી કૈલાશ ના શબ પર, ઊડી ને ઘૂળ ઘરતી ની
કફન આેઠાડી ને મારી ,મારા ખુદાએ લાજ રાખી છે।