કાવ્યસ્પર્ધા
તારાં નયનો
ઊઘડે નયનો તારાં, થાય સવાર,
થતાં જ તે બંધ, થાય સાંજ.
જાદુ આ તારા નશીલા નયનોનો,
કરે મુજને રાત દિવસ દિવાનો.
થાય, ચૂમું નયનો, પીઉં અશ્રુઓ,
જોઈ દિનરાત રાહ તે પળની,
ક્યારે થાય કૃપા, બનું બડભાગી.
પણ મળી ન તક કે ન તે અમૃત,
માણી હતી સપનામાં જે સુખદ પળો
ઝંખું થાય તે હકીકત, થાય તે સાકાર
પામું જો તક, ને ચૂમું તુજ નયનોને
અહો, કેવું અહોભાગ્ય જીવનસંધ્યાએ!
નિરંજન મહેતા