#kavyotsav
નથી જવાબદાર હું મારી સફરનો,
હું તો બસ પુરેપુરુ ખીલ્યોં
હવે પુછો પ્રવાહને કે કયાં લઇ જાય છે?
ચુંટાયો
હારે બંધાયો
ચરણે ચડયો
વિધીઓમાં વપરાયો
પાણીમાં પધરાવ્યો
હવે પુછો પ્રવાહને કે કયાં લઇ જાય છે?
નથી જવાબદાર હું મારી સફરનો,
હા ખીલ્યોં જરૂર
રંગે સુગંધે
એક પુર્ણ નિબંધે
સહજ પુષ્પોને વળી ગોઠવણનું ગણિત શું?
એ તો ફકત એક મુકત કવિતા બની જાય છે
હવે પુછો પ્રવાહને કે કયાં લઇ જાય છે?
નથી જવાબદાર હું મારી સફરનો,
આવવું અને જવું
વચ્ચે ખીલવું એજ જીવવું
વ્યાખ્યામાં વિશેષ શું કહેવું?
છે નિયમ એક જ આવો અફરનો
નથી જવાબદાર હું મારી સફરનો
હવે પુછો પ્રવાહને કે કયાં લઇ જાય છે?.......
--- ભરત મારૂ(ભ્રમિત ભરત)