Gujarati Quote in Whatsapp-Status by Alkesh Chavda Anurag

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#KAVYOTSAV

Feelings...

@@@ સ્વર્ગસ્થ પિતા...

સજાવ્યું એમણે શબ મારું ફૂલોના હારથી.
કર્યો વિદાય પછી મુજને ઘણા વ્યવહારથી.

ન થયો ખચકાટ તમને બાળતા આજે મુજને?
જે બદન સહેલાવ્યું હતું સૌએ ઘણા પ્યારથી.

સવારીમાં સૌથી આગળ હુજ હતો આજે.
ન જોઈ શક્યો કોણ છે પાછળ કાફનની પારથી.

ઓ નયન મારી એકવાર તો તું ઉઘડી જા.
સદા માટે ચાલ્યો છું હું આજે આ ઘરબારથી.

હાલી પણ શકતો નથી જે ફૂલ જેવો હતો હું.
આજે હુજ દટાયો છું મારા શબ ના ભારથી.

એકલો મૂકી આમ ક્યાં ચાલ્યા સૌ ઘરભણી.
હું સ્મશાને ગભરાઇસ એકાંતના અંધકારથી.

એક ક્ષણ માં નામ બદલાઈ ગયું છે મારું.
ક્ષણ પહેલા ઓળખ હતી માણસના અવતારથી.

માફ કરજો ઓ સ્વજનો દિલથી તમે મને.
છોડી દિધો મે સાથ આજે આ સંસારથી.

બની સિતારો જોતો રહીશ અંબરથી હું સૌને.
અનુરાગ આપ નિહાળજો મને છબીમાં શણગારથી.

- અલ્કેશ ચાવડા 'અનુરાગ'

Gujarati Whatsapp-Status by Alkesh Chavda Anurag : 111032771
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now