@Bottom from my heart...
એ વ્યક્તિ જે તમને ખૂબ ચાહે છે...
તમને ખૂબ જ વ્હાલ કરે છે...
તમારી સંભાળ રાખે છે...
તમારી ઈજ્જત કરે છે...
ખુદ તૂટીને પણ તમને સજાવે છે...
એની હૂંફ અને લાગણી થી એ તમને માણસ બનાવે છે...જે તમારા આત્માને સ્પર્શી રહી છે અને ઈશ્વરની બાજુમાં સ્થાન લઈ ચુકી છે.
એ વ્યક્તિ કે જેની સંગત થી તમને શુકુન મળતું હોય , તમારા વિચારો શુદ્ધ થવા લાગે જે તમને સતત ખુશ રાખવા અને પોતાની પાસે રાખવા પ્રયત્ન શીલ હોય છે...
હજારો લોકો જેને માને છે પણ જે માત્ર તમને માને છે...લાખો કરોડોની વસ્તીમાં એ માત્ર ને માત્ર તમને જ પ્રેમ કરવા ઝંખે છે. તો તમે ખૂબ 'નસીબદાર' વ્યક્તિ છો.
એ વ્યક્તિ ક્યારેય સાધારણ નથી હોતી. એને ક્યારેય એનું પાગલપન સમજી ignore કરવાની ભૂલ ન કરતા...
ઈશ્વરનો આભાર માનજો કે...
દુનિયાનું એક એવું પ્રભુ સમ પાવન અને ધબકતું 'હૃદય' માત્રને માત્ર તમને પ્રેમ કરે છે...
માત્રને માત્ર તમને જ ઝંખે છે...
@ અલ્કેશ ચાવડા 'અનુરાગ'