#Kavyotsav
✍પ્રેમ નો જામ
......................
અજીબ દાસ્તાન છે મારી જીંદગી ની
મુજ ને કોઈનો સહારો નથી મળ્યો,
ભટકી રહ્યો છું આ સંસાર સાગર માં
ક્યાંય મુજને કિનારો નથી મળ્યો,
જરૂરત પૂરતો જ પ્રેમ કર્યો છે લોકો એ મને
નિઃસ્વાર્થ દોસ્તી નો હાથ લાંબો કોઈએ નથી કર્યો,
મહેફિલો માં કેટલીય છલકી છે મદિરા
પણ મુજને ક્યાંય પ્રેમ નો જામ નથી મળ્યો,
લાગે આ દુનિયા જ સ્વાર્થી છે
એટલે જ કોઈ પ્રેમી ને મુકામ નથી મળ્યો,
વીતી ગઈ જીંદગી આખી સુખ ની શોધ માં
પણ કબર જેટલો ક્યાંય આરામ નથી મળ્યો,
પત્થરો* માં પૂજાય છે ભગવાન 'ખુશનસીબ'
પણ ઇન્સાનો માં ક્યાંય રામ નથી મળ્યો.
*સુનિલ.એલ.પારવાણી*
._કવિ ખુશનસીબ_
ગાંધીધામ (કચ્છ) 9825831363