Gujarati Quote in Shayri by Shweta Talati

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Kavyotsav
પ્રૌઢાવસ્થા
અરીસામાં ધ્યાનથી જોતા દેખાઈ,
આજે મને ચહેરા પરની ઝીણી ઝીણી
કેટલી કરચલી !!
વાળ ખોલતા એકબીજામાં ઉલઝી
પડેલી લટો સંભળાઈ લડતા,
" હું તો છું કાળી, તું થઈ ગઈ છે ધોળી"
કવિતા લખતા ખેંચાતી આંખો બોલી,
ચડાવી દે ને કાનો પર ચશ્માની દંડી,
અરીસામાં ધ્યાનથી જોતા દેખાઈ....
ક્યાં ક્યાં લઈ જતા સાઇકલના પેડલ
મારીને આ પગ , હવે થોડું ચાલીને કહે છે
"બસ કર ,હવે અમે ગયા થાકી !"
બાળપણ અને યુવાની ને પાછળ છોડી,
પ્રૌઢાવસ્થાના કગાર પર આવીને ,
આ ઉંમર પૂછે છે " તે જોઈ કેટલી દિવાળી?"
અરીસામાં ધ્યાનથી જોતા દેખાઈ....
સમજણના ઉંબરે આવીને ઊભા હવે,
બાળપણનો ઉત્સાહ ભલે હોય,
યુવાનીનો જોશ ભલે હોય હ્રદયમાં,
છોકરમતની હવે નથી પણ કોઈ પરવાનગી,
સંતાનોના અધૂરા સ્વપ્ના જ પૂરા કરવાના
છે હવે, બીજું કાંઈ નથી બાકી,
અરીસામાં ત્યાંથી જોતા દેખાઈ,
આજે મને ચહેરા પરની ઝીણી-ઝીણી
કેટલી કરચલી !!
-શ્વેતા તલાટી
- વડોદરા

Gujarati Shayri by Shweta Talati : 111032732
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now