ઓ સપનાઓ હવે બસ કરો...
રોજ સવારની નવી કિરણ સાથે
નવી જ રીતે આવો છો તમે
ઓ સપનાઓ હવે બસ કરો...
થાકી ગઈ છું તમને પુરા કરવામાં
તમે કેમ નથી થાકતા વારંવાર આવવામાં
દુઃખ થાય ત્યારે જ્યારે નિષ્ફળ થાઈઅે
અમે તમને પુરા કરવામાં
ઓ સપનાઓ હવે બસ કરો...
ક્યારેક બીજાના સપના પુરા કરવામાં
ખુદના સપના અધૂરા રહી ગયા
તો ક્યારેક પોતાના સપના પુરા કરવામાં
પોતાના દૂર થઈ ગયા
ઓ સપનાઓ હવે બસ કરો...
- યોગી ઠક્કર