તું જ કહે!
તું આવે તો, કહે, કોને આપું મહત્વ?
તને કે તારા તરફની મારી લાગણીને?
તારી યાદે જ તો ભૂલાવી દીધું છે કે
તું વધારે ગમે છે , કે તારી યાદ મને?
તારી વાતને હું ન માનું કેમ કરીને ?
કહે કે નકારું કેમ,મારા દિલની વાતને ?
તારું આવવું જો થયું કાયમી રહેઠાણ
હવે કહે તું,કેમ કરીને બદલું હું મકાન?
રોજ સ્વપ્ન જોઉં એ જ સાચું લાગે!
હવે જો તું આવે તો કદાચ અડવું લાગે!
©અર્ચિતા દીપક પંડ્યા