. *અવિરત*
*::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*
આત્મા રૂપી લેવો દેહમાં તારે જનમ કર્મોથી આવું જીવન
મનુષ્ય થઈ ભોગવવું દુઃખ સુખ,એ તારું અવિરત જીવન
ધીમે ધીમે જાણે તું આગળ વધતા
ધીમે ધીમે થાય તારો આ દેહ મોટો
છે જીવન જીવવાનું તારે હજી પણ ઘણું
બાળક વૃદ્ધ થી મૃત્યુ સુધી,એ તારું અવિરત જીવન
બાળક થઈ ના સમજણ તારી અંદર
છતાં પણ,એ તારું અવિરત જીવન
જુવાનિમાં કર્યું કઠોર,વૃદ્ધ થઈ આજે તું પછતાય
આપ્યું હોત કર્મ પર ધ્યાન,એ હતો અવિરત તારો સમય
સિખી શીખીને દૂર ઉપયોગ કર્યો હમેશા
આવી રીતે જ તને પાછું મળ્યું હમેશા
આવડે તને પણ ઘણું,આવડે તારા કરતા સારું પક્ષીને
કોઈને આવશું નહિ કામમાં,તો ફરક શું પક્ષીને મનુષ્યમાં
મળ્યું છે અવિરત આ જીવન
તો બીજાનું પણ સારું કરો અવિરત
સારું કરીને આગળ પહોંચો થાય ત્યાં કલ્યાણ
મૃત્યુ સમયે ભવ પાર,નહિતર મરે તો પશુ પણ છે જ
લેણ દેણ નો હિસાબ જાણી જોઈ કરજે
વૃદ્ધ સમયે પાછું આવે એટલે તારું અવિરત જીવન
~:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::~
. ધવલ રાવલ
. TRUST ON GOD