#kavyotsav
મમ્મા,
એક ઈચ્છા હતી; કહેવી છે એક વાત
મારે પણ જોવી હતી આ દુનિયા,
હતી તલપ તારું મુખ જોવાની.
વ્હાલા એ XX રંગસૂત્ર આપ્યું,
ત્યાં તો મને તમારી X બનાવી દીધી.
હતો તો મારામાં તારો જ અંશને,
વાત ફક્ત હતી આગળ ધપાવતા વંશની.
ચાલવું હતું તારી આંગળી પકડી ને,
પણ તે તો હાથ જ ના આપ્યો.
બનવું હતું તારા બગીચા નું ફૂલ,
પણ એ પહેલાં જ તોડી લીધી કળી ને.
આમાં તો તારો ય વાંક નથી , માં ,
ચાલતી આવતી પ્રથા તો ચલાવવી ને !
ફરિયાદ કરવાનો હક એય શું મારો?
પણ આતો તું સમજીશ મને,
વિચારી એવું , વહેંચ્યા બે વેણ મન નાં.
આ તો ભૂલથી થઈ ગય હતી ભૂલ,
આવી મળવાં તમને બધાં ને,
માફ કરજે આ ભૂલ બદલ.
લિખિંકતક:
હત્યા પામેલી ભ્રૂણ.
-- 'રાહી'