#kavyotsav
હેં જીંદગી ,
તે તારો અભ્યાસક્રમ રાખ્યો હોત તો?
બધી વય તો ના કાઢવી પડત તારી શાળાએ!
તારા 'રાહી' એ હજી તો પાપાપગલી માંડી,
ત્યાં તો એને હચમચાવાનું ચાલું કરી નાખ્યું!
બેસાડી દે છે તું વ્યથૅ વિચારોની ટ્રેનમાં હંમેશ,
પણ 'દોસ્ત' આવી જાય છે બ્રેક લગાવવાં.
નારાજગી નું વાદળું તો વરસાવી જાણે છે તું,
પણ 'રાહી' એય માણી લે છે ખુશી નું મેઘધનુષ!
હારવું તારી સામે એ તો ગુનો લાગે હવે,
ને ગુલામ થવું એ તો ક્યાં મંજુર છે 'રાહી'!
પણ,હાં તારા દરેક જીવનરસ છે અનોખાં,
એમાં ભીંજાવાની મજાએય છે અનોખી!
ઘણાંય પ્રશ્ર્નાથૅચિન્હ મૂક્યાં તે તો,
પણ, કરી સરભરા દઈ ઉદ્ગારચિન્હ !
--'રાહી'