Gujarati Quote in Shayri by aateka Valiulla

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#kavyotsav
કેહ ને માઁ શું વાંક હતો મારો?
થોડીક હિમ્મત કરી ને હુ જીવન જ તો જીવવા ગઇ
કે પછી દિકરી થઈ ને હુ દિકરો બનવા ગઇ....?

જોઇ છે મે તને આખી જીંદગી પિંજરા માં પૂરેલી...
હૂં તો બસ પાંખ ફેલાવી ને ઉડવા ગઇ...
કેહ ને માઁ શુ વાંક હતો મારો..?
હૂં તો બસ આ નિર્જીવ નગરી માં જીવ પુરવા ગઇ...
કડવી વાસ્તવિકતાઓ માં મારા સ્વપ્ન ની મીઠાશ ભેરવવા ગઇ...
વિસરાઈ ગયુ કે છું તો હું એક સ્ત્રી...
ને હૂં ઘર નું આંગણું ઓળંગવા ગઇ...

મારે જીવન તો તેં આપ્યું છે.. ખરું ને માઁ?
તો હૂં મારા નામ પાછળ તારું નામ મુકવા ગઇ...
કેહ ને માઁ શું વાંક હતો મારો?

એમનાં ભાગ્ય માં ખુલી કાયમ 'બોલો' એવી પરચી...
તારા ભાગ્ય માં ખુલી હંમેશા ફક્ત 'સાંભળો'ની જ પરચી...
હું તો ફકત એ પરચી અદલાબદલી કરવા ગઇ...
..તારી લાચારી અને જીર્ણતા આગળ પૂર્ણવિરામ મુકવા ગઇ...
કેહ ને માઁ શું વાંક હતો મારો?
જ્યારે જ્યારે હૂં મારી ઇચ્છા થી જીવવા ગઇ...ત્યારે તયારે..
નિર્દય જગ યે ભોંય પછાડી....
પાંખ મારા લીધાં ઉખાડી...
વાંક પૂછયો મે જ્યારે પોતાનો...
'છે સ્ત્રી તું.. બસ એજ છે તારી લાચારી'
આટલું કહી નેં...એમને.. ફરી દેખાડી એમની ખુમારી...
નઝર કેદ માં બઁધ કરી મને...
રક્ષણ નાં નામે પ્રેમ દેખાડી..જોતી આંખે અંધ કરી મને...
અવાજ જો ક્યારેક મોટો થયો મારો...હિંસા આપી દંડ કરી મને...
છતાં માઁ..એક વાર કહી દે...
કેહ ને માઁ શું વાંક હતો મારો...?
ખરો છે માઁ સંસાર તારો..
પ્રચંડ રૂપ માં પુંજશે તને. બનાવી મંદિર માં મુકશે તને..
લાચાર રૂપ મા એજ લોકો ભરબજારે લૂંટશે તને...'
સમજાયું છેવટે આજે મને..
સ્ત્રી છું હૂં..
બસ આટલો જ હતો વાંક મારો...

Gujarati Shayri by aateka Valiulla : 111032562
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now