#kavyotsav
કોણ જાણે કે આ કળિયુગમાં શુ નું શુ થઈ જાય છે,
અહીં વાદળો વાય અને હવાઓમાં ગર્જના થાય છે,
કોણ જાણે કે આ...
પહેલા ફક્ત કોયલ હતી ગીતોના મીઠા સુર રેલાવતી,
કોયલો સતત અવગણાય, અને કા'ગ ગીતો ગાય છે,
કોણ જાણે કે આ....
તું જા જેમ ચાલ્યો જતો હોય એમ તારા રસ્તે ભાઈ,
તારી વાતો આજે ક્યાં કાના અહીંયા હવે ચર્ચાય છે,
કોણ જાણે કે આ....
વિવેકની કોઈ કિંમત નથી રહી ગઈ આજના યુગમાં,
ધિક્કારી દઈને વિવેકને, મોંઘેરો બહુ ગુસ્સો વેચાય છે,
કોણ જાણે કે આ....
માયાનો મોહ છે, આ યુગને કોણ જાણે કયાં કારણે,
નથી ચાલતો ઇશ્વર, છતાં મહિમા મોક્ષની ગવાય છે,
કોણ જાણે કે આ...
રાધાને ભૂલીને આંધળી આ સ્ત્રીઓ રૂકમણી થાય છે,
પામવાના મોહમાં ફસાઈને, કૃષ્ણ સતત છીનવાય છે,
કોણ જાણે કે આ....
~ સુલતાન સિંહ 'જીવન'
( એક જૂની રચના...)