#kavyotsav
સંજોગ...
હ્રદયથી હૃદયનાં સંબંધ જ કયાં રહ્યા એવાં,
કે હું ચાહું તો એ એમનાં મિલનનાં સંજોગ બને.
હસતી રમતી લાગણીઓ મૌન બની બેઠી છે,
બને તો કદાચ ગળે ડૂમો ભરાવાનાં સંજોગ બને.
હકીકતથી અજાણ એ પગલીને ક્યાં ખબર હતી,
અહી તો ખોટા પડે તો એકલતાનાં સંજોગ બને.
ચાહવા છતાં કહી શકાતી નથી હર્દયની વેદનાને,
અસહ્ય બને તો આંખે ઉભરાવાનાં સંજોગ બને.
વિચારોનાં પ્રહાર મન વિચલિત કરી દે છે નિરંતર,
કરું, પળનો વિચાર માત્ર ને અંતનાં સંજોગ બને.
મિલન લાડ. કિલ્લા પારડી, વલસાડ.