#Kavyotsav
કાચી છું માણસો પારખવામાં
કાંટા ને ફૂલ સમજી બેસું છું
લોહી ચૂસનાર જળા ને
હૃદયમાં વસાવી બેસું છું
અકલ તો ત્યારે આવે છે
જ્યારે દિલ ને ઠોસ પોહચે છે
મિત્ર મિત્ર કરતા હોવ છો જેને તે તમને છોડી
બીજાની કાળજી લેવામાં વ્યસ્ત હોય છે
ભૂલ કોઈની નહીં ખુદની જ હોય છે
બાવળથી ગુલાબની આસા ભલું કોણ રાખતું હોય છે
કાચી છું માણસો પારખવામાં
મરિચિકા ને પાણીનું તળાવ સમજી બેસું છું
પિત્તળ ને સોનાના ભાવ આપી બેસું છું