#Kavyotsav
દરેક લોકો સાથે મળવાથી એ કંપનો દિલ નથી અનુભવતું
જે તારી સાથે ફક્ત એક નજર મળવાથી અનુભવે છે
કંઈક તો હશે જ આપણી વચ્ચે,
નહીં તો આ પથ્થર દિલ આસાનીથી ક્યાં પીગળે છે
ખુદ છું એટલી બેફિકર
પણ તારી હંમેશા ફિકર રહે છે
કંઈક તો હશે જ આપણી વચ્ચે
નહીં તો આ જિદ્દી મન કોઈની આગળ ક્યાં ઝૂકે છે
એ સમય ઘણો કિંમતી હોય છે,જ્યારે તું મારી સાથે રહે છે
તને ખોવાનો એક ડર રહે છે
કંઈક તો હશે જ આપણી વચ્ચે
નહીં તો આ સિંહણ કોઈનાથી ક્યાં ડરે છે