# kavyotsav
વિષય: મધુરો સંબંધ ' મા'
સવારે ઊઠીને મુખારવિંદ તુજ નિહારૂ
મમ્મી મારી તુજ થકી મારુ જીવન બને પ્યારું
મારી દરેક જીત પાછળ કારણ છે તું
જીવન અંધકાર દૂર કરનાર કિરણ એક તું
પપ્પાના ગુસ્સાને ઓછો કરી બચાવતી હમેંશ તું
મારી ભૂલોને માફ કરી નવો રાહ બતાવતી તું
રાત દિન જાગીને... ..સગવડ મારી સાચવી
સંઘર્ષ કેરા જીવનમાં વિશ્વાસે વહાણ હંકારે
જ્યારે જ્યારે રડવું આવે,,,,,,
બસ તું જ મને પંપાળે
હમેશ નવીન આશાનું સર્જન તું કરાવે
તારી બાહુપાશમાં
છે એક ગજબ મીઠાશ....
તારા સંગાથ થકી ઝલકે મારુ આકાશ
મમ્મી મારી વ્હાલી...
તું જ પ્રતાપે બની હુ ઝાંસીની રાણી.
- તન્વી કે ટંડેલ.