Gujarati Quote in Shayri by S. V. Navya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#kavyotsav

'વ્હાલું પાત્ર'મિત્ર' '

તમારા દિલ માં ખૂટતું એક તત્વ,
શરમ મૂકી નેવે સમક્ષ જેની,નિખાલસ બનાય એ સત્વ,
ઘણા સમયે મળેલ જાણે,સ્નેહી જન નો એ પત્ર...
એવું વ્હાલું પાત્ર એટલે'મિત્ર'.
 
સાંસારિક ઠંડી ને ભાંગતી,એ આશ્વસનીય હૂંફ,
ભૂખ્યા આત્મા નું એ જાણે,આધ્યાત્મિક ભોજનગૃહ,
એક સ્મિત માત્ર ની લાલચે ,એ કરતું હરકતો વિચિત્ર...
એવું વ્હાલું પાત્ર એટલે'મિત્ર'.

જીવન ની તકલીફો માં, યુક્તિ આપે કે ન આપે,
દરેક તબકકે સાથ આપી,ઘનિષ્ઠતા નો એ વ્યાસ વ્યાપે,
દિલ થી હોય એ અમીર વ્હાલા..ભલે પરિસ્થિતિ હોય દરિદ્ર..
એવું વ્હાલું પાત્ર એટલે'મિત્ર'.

શત્રુ ને સારા કહેવડાવે,એવો જેનો ત્રાસ હોય,
'ક્યાંથી ભટકાઈ ગયા?', એવો મન માં વિચાર હોય,
તોય સુખ-દુઃખ માં આવે પેહલી એની યાદ...એ કેટલું વિચિત્ર...!!??!!
એવું વ્હાલું પાત્ર એટલે'મિત્ર'.

કેટલું અને કેવું લખું?એની પર તો ગ્રથે ગ્રંથ લખાય,
વૃક્ષો ની કલમ,દરિયાની શ્યાહી,ને પૃથ્વીના કાગળ પર પણ ન સમાય,
મૌન રહી ને મૌન માં જ સમજાવે,એ કેટલું પવિત્ર?
એવું વ્હાલું પાત્ર એટલે'મિત્ર'.

કોણ હોય મિત્ર?,કેવો હોય મિત્ર?શા માટે જરૂરી છે આ મિત્ર??,
થાયછે ને તમનેય આવો ,કોક દી' પ્રશ્ન?,
'નવલા નજરાણા' થકી થોડામાં ઘણું કહેવાની મારી...આ કોશિશ છે ફક્ત,
બસ આવુજ વ્હાલું પાત્ર હોય છે આ'મિત્ર'.

       -વાઘેલા શિલ્પા'નવ્યા'

Gujarati Shayri by S. V. Navya : 111032072
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now