સબંધો, લાગણી,
#kavyotsav
દાદા કેમ?
નાનો વિસ્મય આજ મૂંઝાતો
દાદા ને પૂછે એ સવાલિયો
કેમ રે દાદા રુતુ બદલાતી..?
કેમ શિયાળો શિતલિયો..?
ફૂલો દાદા કેમ મરકતાં..?
કેમ હસે છે ચાંદલિયો..?
ઉનાળો અકળાવી મૂકતો
ને કેમ ગમે છે સરવરિયો..?
સગળા પથ પર વરાળ છૂટતી
લાગતો મીઠો છાયલિયો..?
કેમ રે નભમાં વાદળ છાતાં..?
કેમ વરસતો મેહૂલિયો..?
અણસાર શાને એને થતોને
કેમ રે બોલતો દાદૂરિયો..?
કૂઊ કૂઊ કરતી કોયલડીને
કેમ ટહૂકતો મોરલિયો..?
કેમ રે દાદા કૂપંળ ફૂટતી...?
કેમ થતો એ ઝાડલિયો..?
સૂણી સર્વ એ દાદા બોલ્યા
ભાઈ રમે 'ઈશ્વર' રમતિયો