Hindi Quote in Whatsapp-Status by siddharaj

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Hindi daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારો હાથ જ્યારે મારા હાથમાં હોય છે ત્યારે એવું લાગે છે જાણે સમગ્ર અસ્તિત્વ મારી મુઠ્ઠીમાં છે. મારા હાથની રેખાઓ જ્યારે તારા હાથની રેખાઓને સ્પર્શે છે ત્યારે આપણી તકદીર પણ જાણે એક બની જાય છે. મારી હસ્તરેખા તારામાં ઓગળી જાય છે અને તારા હાથની રેખાઓ મારું આયખું બની જાય છે. હથેળીમાં થોડીક ભીનાશ વર્તાય છે અને આખેઆખા લથબથ થઈ જવાય છે. ટેરવાંને જાણે મુલાયમ પાંખડીઓ લાગી જાય છે અને દરેક સ્પર્શ મખમલી બની જાય છે. તારી નજર સાથે નજર મળે ત્યારે નજરિયો પણ નાજુક બની જાય છે. શ્વાસમાં સ્નેહની સુગંધ ઉમેરાઈ જાય છે. એવું લાગે છે જાણે બધું જ પામી લીધું. તારી સાથેનો સંવાદ પ્રાર્થના જેવો લાગે છે. તારો અવાજ આરતીના મધુર ઘંટારવ જેવો લાગે છે. તું હસે છે તો એવું લાગે છે કે જાણે ખળખળ ઝરણું વહે છે. તારું સાંનિધ્ય હોય ત્યારે તું જ સાક્ષાત્ સમગ્ર પ્રકૃતિનું સ્વરૂપ બની જાય છે. સૌંદર્યની સોળેસોળ કળા સજીવન થઈ જાય છે. એવું થાય છે કે બસ એક તું મળી જાય તો બીજું કંઈ જ નથી જોઈતું. મારા સુખનું કારણ જ તું છે. ઈશ્વરને જો કોઈ એક ઇચ્છા પૂરી કરવાનું કહે તો તને માગી લઉં. તારા સિવાય કોઈ જ ઇચ્છા કે કોઈ કામના નથી. તું હોય તો બધું જ સાર્થક લાગે છે, બધાં જ સપનાં સાકાર લાગે છે, સુખનો કોઈ આકાર હોય તો એ તારો આકાર જ છે.’ પ્રેમમાં હોય ત્યારે માણસ થોડોક કવિ અને થોડોક ફિલોસોફર બની જાય છે. માત્ર પ્રેમ જ એવું તત્ત્વ છે જ્યારે માણસને બધું જ ઉત્તમ, શ્રેષ્ઠ અને જીવવા જેવું લાગે. આપણે પ્રકૃતિનો અંશ છીએ. પ્રેમ એવું વાતાવરણ છે જ્યારે આપણી પ્રકૃતિ સોળએ કલાએ ખીલે છે.

Hindi Whatsapp-Status by siddharaj : 111031826
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now