#kavyotsav
શરીર બનીને જીવવા જોઇએ કેટલુ?
ખોરાક, પાણી અને
અવિરત સ્વાસોસ્વાસ,
બાકી બધો ટાઇમપાસ
ભુખ તરસની દોડ વચ્ચે ઉઠે છે
કદીક અમૃતની પ્યાસ,
બાકી બધો ટાઇમપાસ
બંધનયુકત દુનીયામાં કયાંરેક મળે
જો પ્રીયતમનો બાહુપાશ,
બાકી બધો ટાઇમપાસ
ભીતર ખીલે જો આનંદના ફુલ
ખીલવું એનું અનાયાસ,
બાકી બધો ટાઇમપાસ
કયાંરેક કોઇ ક્ષણે પહોચું છું
સાચા જીવનની આસપાસ,
બાકી બધો ટાઇમપાસ
બાદબાકી ભાંગાકારની શું ફીકર
મૃત્યુ કાઢશે સરેરાશ,
બાકી બધો ટાઇમપાસ
બનુ ભ્રમીત કયાંરેક તો ઉતરે
આકાશેથી શબ્દોનો પ્રાસ,
બાકી બધો ટાઇમપાસ
--ભરત મારૂ(ભ્રમિતભરત)