Gujarati Quote in Shayri by masum

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Kavyotsav
યાદ છે મને....
તારા એ શબ્દો ને પ્યારી પ્યારી વાતો,
વગર કાઈ કહ્યે, મને સમજી જવાની એ આદત,
આજે પણ યાદ છે મને...


મારી એ નાદાની ,ને તેનાં પર તારો પ્રેમ,
સાથે મળીને લીધેલા એ વચનો , છેલ્લે સુધી સાથે રહેવાની વાતો,
આજે પણ યાદ છે મને...


મને જોતાં જ તારા ચહેરા પર રેલાઈ આવતું એ સ્મિત ,
તારી બાહો મા આવીને દુનિયા ભૂલાઈ જાતી,
આજે પણ યાદ છે મને...


મોસમ નાં પહેલા વરસાદ અને તારી એ પહેલી ઝલક,
તારી સાથે વિતાવેલી હર એક ક્ષણ
આજે પણ યાદ છે મને...


મે તો તમને પ્રેમ કર્યો અને તમે ભૂલી ગયા,
દિલ તૌ તમને આપ્યું ને તમે એનાં ટુકડા કરી નાખ્યા,
આજે પણ યાદ છે મને...


હર એક દીવસ તમારી રાહ જોતાં,
નિસ્વાર્થ ભાવ નો મારો એ પ્રેમ,
આજે પણ યાદ છે મને...


દિલ નાં કરેલા હજારો ટુકડા કોઈ એ સમેટયા નહીં,
આ જન્મ મા ન મળ્યા તો આવતાં જન્મ માટે પ્રાથના કરી હતી,
આજે પણ યાદ છે મને...

તને મળવા કરતા વિરહ નો એ ડર,
મારા અંતિમ શ્વાસ સુધીનો એ પ્રેમ,
યાદ છે મને, યાદ છે મને...
~કોરિયા સેજલ 'માસુમ'

Gujarati Shayri by masum : 111031783
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now